રાજનીતિ-વડોદરા, મિસ્ટર રિપોર્ટર ન્યુઝ, ધીરજ ઠાકોર, 8મી ડિસેમ્બર.
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પર થયેલા મતદાન બાદ આજે હાથ ધરાયેલી મતગણતરીમાં ભાજપે 182 બેઠકો પૈકી 157 બેઠકો પર બઢત સાથે અગ્રેસર કરી ને ઐતિહાસિક વિજય મેળવીને પુનઃ ગુજરાતમાં કમળ ને ખીલવી ને સરકાર બનાવવાની દિશામાં તૈયારીઓ શરુ કરી છે. હવે 12મી ડીસેમ્બરના રોજ ગુજરાત ભાજપ ની ચુંટણીઓ જેમના નામ અને નેજા હેઠળ લડી ને ભવ્ય જીત મેળવી તેવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ને પુનઃ CM પદ નો તાજ પહેરાવવામાં આવશે. તેમની શપથવિધિમાં દેશના વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ, દેશના ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ પણ ખાસ ઉપસ્થિત રહેશે.
મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8
182 વિધાનસભા બેઠકમાંથી 157 જેટલી બેઠક પર ભવ્ય જીત મેળવ્યા બાદ કમલમ- ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરીને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના વિકાસ મોડલ પર વિશ્વાસ રાખી ને ગુજરાતની પ્રજાએ ખોબે ખોબે મત આપી ને ભાજપ ને જીતાડી છે. ભાજપ પર વિશ્વાસ ને ભરોસો રાખી ને જીતાડનાર પ્રજા તથા કાર્યકર્તાઓ નો ખુબ ખુબ આભાર માનીએ છીએ.
ભવ્ય જીત બાદ હવે 12મી ડીસેમ્બરના રોજ CM ભુપેન્દ્ર પટેલ ની શપથવિધિ સમારંભ ગાંધીનગર ના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. જેમાં દેશના વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ, દેશના ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ પણ ખાસ ઉપસ્થિત રહેશે. 12મીએ થનારા નવી સરકારના શપથવિધિમાં જુના ચહેરાની સાથે કેટલાક નવા ચહેરા ને મંત્રીમંડળ માં સ્થાન આપવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ અમદાવાદ ના ઘાટલોડિયા બેઠક પર થયેલી ભવ્ય જીત માટે નાગરીકો, કાર્યકર્તાઓ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ નો વિશેષ આભાર માની ને હવે દેશના વિકાસ પર ઝડપ થી આગળ વધવા માટે જાહેરાત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, જયારે કોંગ્રેસ અને AAP જેવી પાર્ટીઓના સુપડા સાફ કરીને 90 ટકા બેઠકો જીતી ને બંને ને સ્પર્ધા માંથી જ બહાર કાઢી નાંખી છે.
ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.