સુરતમાં BJPની જાહેરાત, મફતમાં લોકો ને રેમડેસિવિર ઈન્જેક્શન આપશે: સી.આર.પાટીલે ઈન્જેક્શનની વ્યવસ્થા ક્યાંથી કરી તે વિશે તેમને પૂછો : CM રૂપાણી

www.mrreporter.in
Spread the love

અમદાવાદ- મિ.રિપોર્ટર, ૧૦મી એપ્રિલ. 

કોરોના નો વિસ્ફોટ સમગ્ર રાજ્યમાં થયો છે, સતત કોરોના કેસ વધી રહ્યા છે. હોસ્પીટલમાં દર્દી ને દાખલ કરવાની જગ્યા નથી, લોકોની પારાવાર મુશ્કેલીઓ વધી રહી છે, ત્યારે આજે અમદાવાદથી 20 નવા ધન્વંતરી રથ ના લોકર્પણ બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 8 દિવસમાં 15000 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. 3100 આઈસીયુ, 965 વેન્ટિલેટરનો વધારો કર્યો હોવાની જાહેરાત કરી હતી. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 4માં જોડાવા માટેની લીંક :

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં 4500 કેસો આવ્યા છે. સમગ્ર દેશની વાત કરીએ તો કોરોનાના 1.35 લાખ કેસો આવ્યા છે.  જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ  60,000 છે. સતત વધતા કેસોની સંખ્યા ને જોતા બેડ વધારવામાં આવી રહ્યા છે. રેમડેસિવિર ઇજેક્શનની માત્રા વધારી છે. ચાર મહાનગરો વધુ સંક્રમિત છે. લોકોને માસ્ક વગર બહાર ન નીકળવા સલાહ છે. 

સી.આર પાટીલે કરેલા 5000 રેમડેસિવિર ઈન્જેક્શનની વ્યવસ્થા પર  કોંગ્રેસ દ્વારા કરાયેલા આક્ષેપ સામે પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સરકારે સી.આર પાટીલને  આપ્યું નથી. સી.આર પાટીલે ઈન્જેક્શનની વ્યવસ્થા ક્યાંથી કરી તે વિશે તેમને પૂછો. ગુવાહાટીથી જે આવી રહ્યું છે તેને સરકારને કંઈ લાગતું વળગતું નથી. સુરતમાં 10 હજાર ઈન્જેક્શન કિરણ હોસ્પિટલને આપ્યા છે. 2000 ઈન્જેક્શન સુરત સરકારી હોસ્પિટલમાં આપવામાં આવ્યા છે. 3 લાખ ઈન્જેક્શનનો નવો ઓર્ડર આપ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં રેમડેસિવિર ઈન્જેક્શનની ભારે અછત છે. છેલ્લા એક 

અઠવાડિયા થી લોકોને રેમડેસિવિર ઈન્જેક્શન માટે એક હોસ્પિટલ અને મેડીકલ સ્ટોર પર ભટકવું પડે છે. ૧૬૦૦ રૂપિયાના રેમડેસિવિર ઈન્જેક્શનના 8 થી ૧૦ હજાર આપવા પડી રહ્યા છે. ઘણી જગ્યાએ ઉચી કિમત આપવા છતાં પણ મળતા નથી. રેમડેસિવિર ઈન્જેક્શનની અછત ઉભી થયા બાદ રાજ્ય સરકારે રેમડેસિવિર ઈન્જેક્શન કેન્દ્રની ટીમ પાસેથી માંગ્યા હતા.