વડોદરામાંથી વર્ષે 1200 વિદ્યાર્થીઓ અભ્યાસ માટે કેનેડા જાય છે : કાનન ઇન્ટરનેશનલના ૧૮૭ વિદ્યાર્થીઓને વિઝા મળ્યાં

Spread the love

મિ.રિપોર્ટર,  ૨૨મી નવેમ્બર. 

દર વર્ષે દેશમાંથી ૩૦ થી ૩૫ હજાર વિદ્યાર્થીઓ કેનેડાના વિઝા લઈને ભણવા જાય છે.  જેમાં ગુજરાતના ૩ થી ૪ હજાર વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જયારે વડોદરાની વાત કરીએ તો વર્ષે 1000 થી લઈને 1200 વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે જાય છે. પહેલાની સરખામણીમાં મેરીટના ધોરણે સરકારી કોલેજમાં એડમિશન મેળવું તેમજ નોકરી મેળવી આસન થઇ ગયું છે. ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જતાં વિદ્યાર્થીઓમાં સૌથી વધુ વિદ્યાથીનીઓ જાય છે. અમારી જ સંસ્થાના જ આ વર્ષે ૧૮૭ વિદ્યાર્થીઓ કેનેડા જશે. કેનેડામાં એન્જિનિયરીંગ,  હેલ્થકેર, કોમર્સ અને મીડિયા ક્ષેત્રનો અભ્યાસ કર્યા બાદ તગડો પગાર મળતો હોઈ સંખ્યા વધી રહી છે એમ  કેનેડા સ્ટડી વિઝા પ્રિ- ડીપાચર સેમિનારનું આયોજન પ્રસંગે કાનન ઇન્ટરનેશનલના એમ.ડી મનીષ શાહે અત્રે જણાવ્યું હતું. 

કાનન ઇન્ટરનેશનલ દ્વારા આયોજિત  કેનેડા સ્ટડી વિઝા પ્રિ- ડીપાચર સેમિનારમાં ૧૮૭ જેટલા વિદ્યાર્થીઓ કે જેમને વિઝા મળ્યાં છે, તેવા વિદ્યાર્થીઓ અને તેમના પેરેન્ટસ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ તમામ વિદ્યાર્થી અને તેમના વાલીઓને કઈ રીતે કેનેડામાં રહેવું, પાર્ટટાઈમ નોકરી કેવી રીતે શોધવી તેમજ કેનેડાના કાયદાનું કઈ રીતે પાલન કરવું તેની વિસ્તૃત  માહિતી તેમજ સચોટ માર્ગદર્શન સંસ્થાના તજજ્ઞ કો-ઓર્ડીનેટર તેમજ સંસ્થાના એમ.ડી મનીષ શાહે આપી હતી.