સર સયાજીરાવ ગાયકવાડ-3ની 158 મી જન્મજયંતી નિમિતે 11મીએ સિગ્મા ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટ દ્વારા સાઇકલ રેલીનું આયોજન

www.mrreporter.in

એજ્યુકેશન-મી.રિપોર્ટર , 10મી માર્ચ. 

મહારાજા સયાજીરાવ ગાયકવાડ -3 ની 158 મી જન્મજયંતી નિમિતે સિગ્મા ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટ અને ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રીલેશન્સ (આઈ.સી.સી.આર. ગુજરાત) દ્વારા એક સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી ને વડોદરા શહેર પોલીસ કમિશનર ડો. શમશેર સિંઘ  ફ્લેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવશે. સાઇકલ રેલીમાં સિગ્મા ગ્રુપ ના ચેરમેન ડો.હર્ષ શાહ તેમજ આઈ.સી.સી.આર. ગુજરાતના રિજનલ ડાયરેક્ટર ડો.જીગર ઇનામદાર પણ હાજર રહેશે . 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

મહારાજા સયાજીરાવ ગાયકવાડ -3 ની 158 મી જન્મજયંતી નિમિતે આયોજિત સાઇકલ રેલીમાં 158 જેટલા સાઇકલ સવાર ભાગ લેશે. સાઇકલ રેલી 11મી માર્ચના મહાશિવરાત્રીના દિવસે સવારે 6:30 થી 7:30 યોજાશે. આ રેલી ને સવારે  6.25 વાગે વડોદરા શહેર પોલીસ કમિશનર ડો. શમશેર સિંઘ  ફ્લેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવશે.

www.mrreporter.in

સાઇકલ રેલી સિગ્મા સર્કલ-વૃંદાવન ક્રોસ રોડ, વાઘોડિયાથી શરૂ થશે અને પોજી ગ્રાઉન્ડ નજીક વડોદરાની નવીજીવન હાઇ સ્કૂલ, બગીખાના રોડ પર સમાપ્ત થશે. આ કાર્યક્રમને બરોડા ડિસ્ટ્રિક્ટ સાયકલિંગ એસોસિએશન દ્વારા ” સ્વાસ્થ્ય રહેગા ફિટ, દેશ બનેગા સુપરહિટ” ના ઉદ્દેશ્ય સાથે સમર્થન આપવામાં આવ્યું છે.  આ કાર્યક્રમના અંતે ભાગ લેનારા સાઇકલ સવારને  ફિનિશ પોઇન્ટ-નવજીવન હાઈસ્કૂલ ખાતે પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવશે એમ સિગ્મા ગ્રુપ ના ચેરમેન ડો.હર્ષ શાહ અત્રે જણાવ્યું હતું. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply