વડોદરા- મી.રિપોર્ટર, 3જી ઓગસ્ટ.
વડોદરા શહેરમાં પુર ના ભરાયેલા પાણીના લીધે 117 transformer બંધ રહેતાં 18 હજાર લોકો વીજળી વગર સતત ચોથા દિવસે પણ દયનીય હાલત માં જીવન વ્યતિત કરવા પર મજબૂર બન્યા છે. તો બીજીબાજુ આ વિસ્તારોમાં હજુ પણ ઘૂંટણ સમાં પાણી હોવાનું અને તે ક્યારે ઓછું થશે તેની સત્તાધીશો દ્વારા કોઈ જાહેરાત ન કરતા રહીશોની હાલત કફોડી બની ગઈ છે.
વડોદરા શહેરમાં ભારે અને અતિ ભારે વરસતા
વરસાદ પાણી ના નિકાલ માટે વડોદરા મ્યુનિ. પાસે ચોક્કસ એક્શન પ્લાન ન હોવાનો કે તેનો અમલ ન થવાને લીધે દર વખતે પુર ની સ્થિતિ સર્જાય છે. ગત બુધવારે શહેરમાં ખાબકેલા 20 ઇંચ વરસાદ ના પગલે સમગ્ર શહેર માં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. શહેરમાં પૂરની સ્થિતિ સર્જાતાં MGVCL ને લોકોની સલામતી ને ધ્યાનમાં રાખીને પાવર ઓફ ( વીજળી કટ) કરવી પડી હતી. જેના લીધે સમગ્ર શહેર માં અમુક કલાક સુધી અંધારપટ છવાઇ ગયો હતો. જોકે અમુક કલાક ની જહેમત બાદ શહેરના કેટલાક વિસ્તારોમાં લાઈટો ચાલુ કરવામાં આવી હતી. પરંતુ શહેરના 40 ટકા વિસ્તારોમાં સતત બે દિવસ સુધી અંધારપટ છવાયેલો રહ્યો હતો. જ્યાં ત્રીજા દિવસે સવારે લાઈટો ચાલુ કરવામાં આવી હતી. હજુ પણ શહેરમાં ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યાં હોઈ ત્યાં MGVCL દ્વારા લોકોની સલામતી ને સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાવર ઓફ કરવામાં આવ્યો છે. હાલમાં શહેરમાં 117 જેટલાં transformer બંધ છે. જ્યાં રહેતા 18 હજાર લોકો વીજળી વગર ટળવળી રહ્યા છે. વીજળી ન હોવાને લીધે મોબાઈલ ફોન ઠપ્પ થઈ ગયા છે. લોકોને લાઇટ વગર રોજિંદા કામો કરવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. 18 હજાર લોકોમાં નાના બાળકો થી લઈ ને આબાલ વૃદ્ધ, બીમાર લોકો હાલમાં વડોદરા મ્યુનિ. ના અંઘડત વહીવટ ના લીધે જેલ જેવી સ્થિતિ ભોગવવી રહ્યાં છે.
આ વિસ્તારોમાં સયાજીગંજ, પરશુરામ ભઠ્ઠા, ટાવર, દાંડિયા બજાર, અકોટા, લાલબાગ, માંજલપુર, ગોત્રી, સમા, ગોરવા ની અમુક સોસાયટી અને ફલેટનો સમાવેશ થાય છે. આ વિસ્તારો ના ડિવિઝન હેઠળના 117 transformer બંધ કરાયા છે.
