ધાર્મિક- વડોદરા, મિસ્ટર રિપોર્ટર ન્યુઝ, ધીરજ ઠાકોર, 24 મી ફેબ્રુઆર.
ગઈકાલે મહિસાગર જિલ્લાના લુણાવાડા નજીક ના અરીઠા ગામ પાસે એક ટેમ્પો પલટી ખાતા પ્રાપ્ત અહેવાલો અનુસાર છ લોકોના મૃત્યુ થયા હતા. આ અકસ્માતમાં અનેક લોકો ને ઈજા પણ થઈ છે. આ અકસ્માતમાં મૃત્યુ પામનાર 6 વ્યક્તિના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા 11,000 પ્રમાણે કુલ મળીને રુપિયા 66000 ની સહાય પૂજ્ય મોરારીબાપુ તરફથી પહોંચતી કરવામાં આવી રહી છે.
મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8
વડોદરા સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા આ રકમ પહોંચાડવામાં આવી રહી છે. મૃતકોને પુજ્ય મોરારિબાપુ એ શ્રદ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનો તરફ દિલસોજી વ્યક્ત કરી છે.
ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.