15/09/2021

www.mrreporter.in

MSU માં બાયો સેફ્ટી લેબ leval-3 બનાવવા સ્નેહલ પટેલ ફાઉન્ડેશન દ્વારા 10,60,000 નું દાન

Spread the love

વડોદરા-એજ્યુકેશન, મી.રિપોર્ટર, ૧૫મી સપ્ટેમ્બર. 

વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી તરફ થી ‘contribution to university under CSR’  નો આરંભ કરવામાં આવ્યો છે. જેનો મુખ્ય ઉદ્દેશ ઇન્ડસ્ટ્રીઝ નું CSR ફંડ યુનિવર્સિટી નાં વિકાસ માટે અને વિધાર્થીઓ ની સુવિધાઓ ઉભી કરવા માટે છે.  આ વિશેષ પ્રોજેક્ટ હેઠળ સ્નેહલ પટેલ ફાઉન્ડેશન દ્વારા સાયન્સ ફેકલ્ટીનાં કેમેસ્ટ્રી વિભાગમાં બાયો સેફ્ટી લેબ leval-૩ બનાવવા રૂપિયા ૧૦,૬૦,૦૦૦ નું દાન નો ચેક MSU વીસી પ્રો. પરિમલ વ્યાસ ને સુપ્રત કરવામાં આવ્યો છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

MSU માં ‘contribution to university under CSR’  નો આરંભ કરવામાં આવ્યો છે. જેમાં વિવિધ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા યુનિવર્સીટી ને CSR ફંડ આપવામાં આવી રહ્યું છે.  કેમેસ્ટ્રી વિભાગ નાં વિષયમાં રિસર્ચ ને પ્રોત્સાહન આપવા અને સાયન્સ ફેકલ્ટી નાં કેમેસ્ટ્રી વિભાગમાં બાયો સેફ્ટી લેબ leval-૩ ને બનાવવા નું આયોજન કરવામાં આવ્યું છે. જે બનવાથી  વાયારોલોજીકલ રીસર્ચ માટે ખૂબ ઉપયોગી બનશે. આની લેબ બનાવવા માટે અને CSR ને  પ્રોત્સાહિત કરવા સ્નેહલ પટેલ ફાઉન્ડેશન દ્વારા ૧૦,૬૦,૦૦૦ ની રકમ નાં ડોનેશન નો ચેક MSU વીસી પ્રો. પરિમલ વ્યાસ ને સુપ્રત કરવામાં આવ્યો છે. 

www.mrreporter.in

તો બીજીબાજુ MSU દ્વારા સ્નેહલ પટેલ ફાઉન્ડેશન નાં ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર સ્નેહલ પટેલ, સ્નેહલ પટેલ ફાઉન્ડેશન નાં કો ફાઉન્ડર શ્રીમતિ મિલી પટેલ નું સન્માન કરવા આવ્યું હતું. આ કાર્યક્રમમાં MSU વીસી પ્રો. પરિમલ વ્યાસ, રજિસ્ટ્રાર ડૉ. કે.એમ. ચુડાસમા, સીન્ડીકેટ સભ્ય હિમાંશુ પટેલ, સીન્ડીકેટ સભ્ય ડો.જીગર ઈનામદાર પણ વિશેષ હાજર રહ્યા હતા. 

જયારે સ્નેહલ પટેલ ફાઉન્ડેશન નાં ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર સ્નેહલ પટેલ, સ્નેહલ પટેલ ફાઉન્ડેશન નાં કો ફાઉન્ડર શ્રીમતિ મિલી પટેલ, ગ્રુપ H.R. હેડ સંજય પાંડે, ગ્રુપ R. & D હેડ ડો.મુકેશ જસાણી, ગ્રુપ ફાઇનાન્સ હેડ જીમિષ ગોહેલ અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. યુનિ. વાઇસ ચાન્સેલર પ્રો.પરિમલ વ્યાસે યુનિ.માં ચાલતી વિવિધ પ્રકારની એકેડમિક, રિસર્ચ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિગેરે પ્રવૃત્તિઓ વિશે માહિતગાર કર્યા હતા. તો સ્નેહલ પટેલ દ્વારા એકેડમિક અને ઇન્ડસ્ટ્રી નાં સબંધો ઘાઢ કરવા ઉપર ફોકસ કર્યું હતું.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

%d bloggers like this: