ઓલટાઈમ હાઈથી 100-340% ડાઉન આ 9 દમદાર શેર્સમાં કમાણીની શક્યતા કેટલી?

www.mrreporter.in

બિઝનેશ- મી.રીપોર્ટર, ૨૦મી નવેમ્બર.

દેશમાં કોરોના મહામારી વચ્ચે શેર બજારમાં તેજી ની દિવાળી છવાઈ ગઈ છે. આ અઠવાડિયામાં નિફ્ટીએ મોટી છલાંગ લગાવીને ભલે ૧૨૮૫૯.૦૫ ની પોતાની સર્વોચ્ચ સપાટી નોંધાવી હોય, પરંતુ નિફ્ટી 50માં સામેલ 9 શેર્સ એવા પણ છે કે જે પોતાની હાઈએસ્ટ વેલ્યૂથી હાલ ખાસ્સા નીચા સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે. છેલ્લા છ મહિનામાં શેરબજારે વી શેપમાં રિકવરી દર્શાવી છે અને ઘણા ઈન્ડેક્સ શેર્સના વેલ્યૂએશનમાં તગડો વધારો થયો છે. ત્યારે હજુય પોતાની ઓલટાઈમ હાઈ સપાટીથી ડાઉન ચાલી રહેલા આ નવ શેર્સમાં રોકાણ કરીને કમાણી કરવાના ચાન્સ કેટલા ? 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

ITC

એન્ટિક, IIFL, ઈલારા, જેફરીસ, કોટક ઈન્સ્ટિટ્યૂશનલ ઈક્વિટીઝ અને CLSA સહિતના અનેક બ્રોકરેજ હાઉસે આ શેરને બાય રેટિંગ આપ્યું છે. તેમના દ્વારા આ શેરને 235થી લઈને 273 રુપિયાની ટાર્ગેટ પ્રાઈસ આપવામાં આવી છે. આ શેર છેલ્લા ઘણા સમયથી 200 રુપિયાનું લેવલ તોડવા મથી રહ્યો છે. 2020 શરુ થયું ત્યારથી તેમાં ખૂબ જ મોટું કરેક્શન પણ જોવા મળ્યું છે, અને તે પોતાના જુલાઈ 2017ના 337 રુપિયાના ઓલટાઈમ હાઈ કરતા હાલ ઘણો નીચે ટ્રેડ થઈ રહ્યો છે.

Tata Motors

ફેબ્રુઆરી 2015માં 605 રુપિયાનો ઓલટાઈમ હાઈ બનાવ્યા બાદ આ શેર તેનાથી અત્યારે 249 ટકા નીચે ચાલી રહ્યો છે. HDFC સિક્યોરિટીઝે ગયા સપ્તાહે જ તેને બાયનું રેટિંગ આપ્યું હતું અને 175 રુપિયાની ટાર્ગેટ પ્રાઈસ જણાવી હતી.  બુધવારે આ શેર 170ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.

IndusInd Bank

જેએમ ફાઈનાન્શિયલે આ શેરને 750 રુપિયાના ટાર્ગેટ પ્રાઈસ સાથે ખરીદવા ભલામણ કરી હતી. જોકે, આ શેર 800 રુપિયાની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. એન્ડેલવીસે તેના માટે 665 જ્યારે નોમૂરાએ 725નો ટાર્ગેટ આપ્યો હતો, જે લેવલને આ શેર તોડી ચૂક્યો છે. છેલ્લા છ મહિનામાં ભલે આ શેર 125 ટકા વધ્યો હોય, પરંતુ આ વર્ષની સર્વોચ્ચ સપાટીથી તે હજુય 45 ટકા નીચે ટ્રેડ કરી રહ્યો છે.

Sun Pharma

ICICI સિક્યોરિટીઝે આ શેરને 610 રુપિયાના ટાર્ગેટ સાથે બાયનું રેટિંગ આપ્યું છે. પ્રભુદાસ લીલાધરે પણ 597નો ટાર્ગેટ આપ્યો છે, જ્યારે જેપી મોર્ગને 600 અને જેએમ ફાઈનાન્શિયલે 770નો ટાર્ગેટ આપ્યો છે. આ શેરમાં 32 બાય, 2 હોલ્ડ અને 5 સેલ રેટિંગ્સ છે. આ શેર માર્ચ 2015માં 1050ના લેવલથી પણ ઉપર ટ્રેડ કરી રહ્યો હતો. જોકે, હાલ તે તેનાથી 100 ટકા ઓછી એટલે કે 500 રુપિયાની આસપાસની સપાટી પર ટ્રેડ કરી રહ્યો છે.

ONGC

આ સ્ટોક હાલ 70 રુપિયાની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. 9 જૂન 2014ના રોજ તેણે રુ. 314ની પોતાની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. હાલમાં ક્રુડની કિંમતમાં વધારો થવા છતાં આ સ્ટોક અંડરપર્ફોમ રહ્યો છે. BoB કેપિટલ માર્કેટ્સનું કહેવું છે કે, ઓઈલની કિંમત વધવાનો સીધો લાભ આ સ્ટોકને મળી શકે છે. તેણે 104ના ટાર્ગેટ સાથે તેને ખરીદવા ભલામણ કરી છે. આ સિવાય, એડેલવીસે રુ. 100, મોતીલાલ ઓસ્વાલે રુ. 90 અને IDBI કેપિટલે તેને 85 રુપિયાના ટાર્ગેટ સાથે ખરીદવા જણાવ્યું છે.

Coal India

આ શેરે ઓગષ્ટ 2015માં રુ. 447નો પોતાનો ઓલટાઈમ હાઈ બનાવ્યો હતો, જેનાથી હાલ તે 270 ટકા ડાઉન ચાલી ર્હયો છે. એમકે ગ્લોબલે તેને 180 રુપિયાના ટાર્ગેટ પ્રાઈસ સાથે ખરીદવા ભલામણ કરી છે. એડેલવીસે પણ આ શેર માટે પોતાની ટાર્ગેટ પ્રાઈસ 165 રુપિયાથી ઘટાડીને 155 રુપિયા કરી દીધી છે. કંગાળ ઈ-ઓક્શન અને વોલ્યૂમ ગ્રોથ પર પ્રેશરને કારણે કોલ ઈન્ડિયા સતત દબાણ હેઠળ રહ્યો છે. મોતીલાલ ઓસ્વાલે તેના માટે 192ની ટાર્ગેટ પ્રાઈસ આપી છે.

NTPC

જાન્યુઆરી 2008ના પોતાના 174 રુપિયાના ઓલટાઈમ હાઈ કરતા આ શેર અત્યારે 174 ટકા ડાઉન ચાલી રહ્યો છે. એનાલિસ્ટ્સ તેને ખરીદવાની ભલામણ કરી રહ્યા છે. IIFLએ આ શેરને ખરીદવા માટે ભલામણ કરી છે. કોટક સિક્યોરિટીઝે તેને 125 રુપિયાના ટાર્ગેટ પ્રાઈસ સાથે ખરીદવા માટે જણાવ્યું છે. હાલ આ શેર 90 રુપિયાની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.

Indian Oil

ઓગષ્ટ 2017માં આ શેરે જે હાઈ બનાવ્યો હતો તેનાથી તે અત્યારે 172 ટકા ડાઉન ચાલી રહ્યો છે. જેપી મોર્ગને તેને માર્ચ 2021 સુધી 140ના ટાર્ગેટ પ્રાઈસ સાથે ખરીદવા જણાવ્યું છે. જ્યારે યુબીએસએ 12 મહિનાના સમયગાળા સાથે તેને 130ના ટાર્ગેટ પ્રાઈસ સાથે ખરીદવા ભલામણ કરી છે. પ્રભુદાસ લીલાધરે તેના માટે 118ની ટાર્ગેટ પ્રાઈસ આપી છે. આ શેર 31 ઓગષ્ટ 2017ના રોજ 231.47 રુપિયાના પોતાના સર્વોચ્ચ સ્તર પર પહોંચ્યો હતો.

GAIL

પ્રભુદાસ લીલાધરે આ શેરને 108 રુપિયાના ટાર્ગેટ પ્રાઈસ સાથે ખરીદવા જણાવ્યું છે. જ્યારે IDBI કેપિટલે 109 રુપિયાની ટાર્ગેટ પ્રાઈસ આપી છે. જેએમ ફાઈનાન્શિયલ્સનું માનવું છે કે આ શેર 125 રુપિયાના સ્તર પર પહોંચી શકે છે. જોકે, હજુય આ શેર પોતાના સપ્ટેમ્બર 2018ના 195 રુપિયાથી પણ ઉપરના ઓલટાઈમ હાઈ કરતાં હજુય ઘણો નીચા લેવલ પર ટ્રેડ થઈ રહ્યો છે.

(નોંધઃ આપને આ સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply