૫મી જાન્યુઆરીના રોજ યોજાનાર વડોદરા મેરેથોનમાં 1.80 લાખ લોકો ભાગ લેશે : MG મોટર્સ સતત ત્રીજા વર્ષે મુખ્ય સ્પોન્સર તરીકે જોડાયુ

Spread the love

વડોદરા- મી.રીપોર્ટર, ૧૮મી સપ્ટેમ્બર. 

5 જાન્યુઆરી 2020ના રોજ વડોદરા MG ઇન્ટરનેશનલ મેરેથોનની 9મી આવૃત્તિ  યોજાશે. વડોદરા એમ.જી. ઇન્ટરનેશનલ મેરેથોનને એઇમ્સ અને એએફઆઈ પ્રમાણિત રેસનો દરજ્જો મળ્યો છે અને ભારતની ટોપટેન મોટી મેરેથોનમાં સ્થાન પણ મળ્યું છે. મેરેથોનની 9મી આવૃત્તિ વિશે માહિતી આપતા મેરેથોનના અધ્યક્ષ તેજલ અમીને જણાવ્યું હતું કે મેરેથોન સાથે દર વર્ષે એક પહેલ પણ કરવામાં આવે છે, જે અંતર્ગત આ વર્ષે ફિટ ઇન્ડિયા મુવમેન્ટને પ્રમોટ કરવામાં આવશે. જે માટે વમો ફિટસ્ટેપ ચેલેન્જના વિડિઓને અમે લોન્ચ કર્યો છે. ગત વર્ષે એક લાખ નવ હજાર લોકોએ ભાગ લીધો હતો આ વર્ષે તેનાથી વધુ લોકો આવશે તેવી આશા છે. 

5 જાન્યુઆરી, 2020ના રોજ નિર્ધારિત આ વાર્ષિક ઈવેન્ટ ભારતની દ્વિતીય સૌથી વિશાળ મેરેથોન છે અને શહેરની બહુપ્રતિક્ષિત સ્પોર્ટિંગ ઈવેન્ટ છે. નવી ભાગીદારી મેરેથોન સાથે એમજીનો લાગલગાટ ત્રીજી વાર સહયોગ પણ છે. અગાઉની બે આવૃત્તિની જેમ એમજીનો નવી વડોદરા ઈન્ટરનેશનલ મેરેથોન સાથે સહયોગનું લક્ષ્ય સ્પોર્ટસસેવાસ્વચ્છતાની મુખ્ય થીમને પ્રોત્સાહન આપવાનું છે. ઈવેન્ટ સ્પોન્સર કરીને આ કાર ઉત્પાદકનું લક્ષ્ય વડોદરા મેરેથોન દ્વારા હાથમાં લેવાતાં સ્થાનિક નાગરી અને સામાજિક કાજને ટેકો આપવાનું અને જાગૃતિ બહેતર બનાવવાનું છે. ઈવેન્ટમાં એમજી બ્રાન્ડ માટે ઉત્તમ વ્યૂહાત્મક મહત્ત્વ પણ છે, કારણ કે તે ગુજરાતના હાલોલમાં તેના ઉત્પાદન એકમની નજીક ભૌગોલિક સાંનિધ્યમાં યોજાય છે.

આગામી મેરેથોન વિશે બોલતાં એમજી મોટર ઈન્ડિયાના પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડાયરેક્ટર રાજીવ છાબાએ જણાવ્યું હતું કે સંસ્થા તરીકે એમજી ઈન્ડિયા વૈવિધ્યતા, નાવીન્યતા, અનુભવ અને સમુદાયના ચાર મુખ્ય પાયા પર નિર્માણ કરાઈ છે. અમારી વડોદરા મેરેથોન સાથે લાગલગાટ ત્રીજી ભાગીદારી સમુદાયમાં આરોગ્યવર્ધક જીવન અને ફિટનેસને પ્રોત્સાહન આપવાની અમારી કટિબદ્ધતાને અધોરેખિત કરે છે.

અમને રાષ્ટ્રીય સ્પોર્ટિંગ તિથિમાં સીમાચિહનરૂપી ઈવેન્ટની પ્રાયોજક તરીકે રનિંગ, ફિટનેસ અને આરોગ્યવર્ધક જીવનના જોશને પ્રોત્સાહિત કરવાનું અને ઉજવણી કરવાનું પણ ગૌરવજનક લાગે છે. ગત બે આવૃત્તિમાં લોકોનો સહભાગ અદભુત રહ્યો હતો અને અમે વડોદરા મેરેથોન 2020માં પણ મોટી સંખ્યામાં લોકો આવવાની ધારણા છે. અમે આગામી વર્ષોમાં એકધારી ભાગીદારી કરવા માટે અને એકંદરઆરોગ્યવર્ધક સમાજનાં મુખ્ય પાસાં આસપાસ જાગૃતિ નિર્માણ કરવા માટે ઉત્સુક છીએ.