શેરબજાર કિંગ રાકેશ ઝુનઝુનવાલાની કરોડોની લોટરી લાગી, તમારે શેરબજારમાં કમાવવું છે, અપનાવો આ ટિપ્સ…

www.mrreporter.in
Spread the love

મુંબઈ- બિઝનેશ, મી.રિપોર્ટર, 1લી ડિસેમ્બર. 

શેરબજાર એવો કોઈ સટ્ટો છે કે, જે કોઈને રાતોરાત અમીર બનાવે છે તો કોઈ ને રંક બનાવે છે. પરંતુ જો તમે લાંબાગાળાનું રોકાણ કરો છો , તો તમને લાંબાગાળે લાખ્ખો પતિ, કરોડો પતિ જ નહિ પણ અબજો પતિ  બનાવે છે.  આ કોઈ મનઘડત વાર્તા નથી, પણ સાચી વાત છે. શેરબજારમાં કિંગ તરીકે જાણીતા  રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોની વેલ્યૂ 14 હજાર કરોડ રુપિયા પર પહોંચી ગઈ છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

અત્રે ઉલ્લેખનીય છે,  દેશમાં કોરોના કાળ શરુ થતાં  જ  માર્ચ-એપ્રિલમાં આવેલા જંગી કડાકામાં ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં જોરદાર ગાબડું પણ પડ્યું હતું. ઝુનઝુનવાલાનું ટાઈટન કંપની, એસ્કોર્ટ્સ, ક્રિસિલ, જ્યુબિલિયન્ટ લાઈફ, લુપિન અને રોલીસ ઈન્ડિયામાં જંગી રોકાણ છે. આ તમામ સ્ટોક માર્ચમાં બનાવેલા તળિયાથી ખાસ્સા ઉપર આવી ચૂક્યા છે, અને હાલ તે તમામ ગ્રીન ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે. બિગ બુલનું આ છ શેર્સમાં જેટલું રોકાણ છે તેની વેલ્યૂ 10 હજાર કરોડ જેટલી થાય છે.

કયા શેર્સે આપ્યું તગડું વળતર

ઝુનઝુનવાલા પાસે રહેલા એસ્કોર્ટ્સના શેરનો ભાવ 31 ડિસેમ્બર 2019ના રોજ 629 રુપિયા હતો, જે 121 ટકા વધીને 1394 રુપિયા પર પહોંચી ચૂક્યો છે. 30 સપ્ટેમ્બરના ડેટા અનુસાર એસ્કોર્ટ્સના શેરની વેલ્યૂ 1054 કરોડ જેટલી થાય છે. તેમણે ટ્રેક્ટર બનાવતી આ કંપનીમાં પોતાનો સ્ટેક 7.73 ટાથી ઘટાડીને 5.64 ટકા કર્યો છે. લેટેસ્ટ આંકડા અનુસાર, ઝુનઝુનવાલા રોલીસ ઈન્ડિયામાં 10.31 ટકાનો હિસ્સો ધરાવે છે, અને તેમના સ્ટેકની વેલ્યૂ 557 કરોડ રુપિયા જેટલી થાય છે. આ શેરે પણ એક વર્ષમાં 65 ટકા જેટલું વળતર આપ્યું છે.

સૌથી વધુ હિસ્સો ટાઈટન કંપનીમાં ધરાવે છે 

આ સિવાય જ્યુબિલિયન્ટ લાઈફમાં આ વર્ષે ઝુનઝુનવાલા 32 ટકા રિટર્ન કમાયા છે. તેમની પાસે આ કંપનીના 656 કરોડ રુપિયાના શેર છે. ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સૌથી વધુ હિસ્સો ટાઈટનનો છે. જેની વેલ્યૂ 6504 કરોડ રુપિયા જેટલી થાય છે.  આ દરમિયાન ઝુનઝુનવાલાએ ટાટા મોટર્સમાં પણ હિસ્સો ખરીદ્યો છે, જેની વેલ્યૂ 688 કરોડ રુપિયા જેટલી થાય છે. આ શેર છેલ્લા ત્રણ મહિનામાં 25 ટકા જેટલો ઉપર આવી ચૂક્યો છે. 

ફાર્મા સેક્ટરને માટે ઝુનઝુનવાલા અચ્છે દિન માને  છે 

લૂપિનમાં ઝુનઝુનવાલા આ વર્ષે 17 ટકા જેટલું રિટર્ન કમાયા છે. તેઓ આ કંપનીમાં 1.53 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. ગયા મહિને એક  ખાનગી  ટીવી ચેનલ ને  આપેલા એક ઈન્ટર્વ્યુમાં ઝુનઝુનવાલાએ કહ્યું હતું કે ભારતમાં દુનિયાની ફાર્મા કેપિટલ બનવાની ક્ષમતા છે. ફાર્મા સેક્ટરમાં તેજી આવવાની જ હતી, અને તે હજુય આગળ જશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

માર્કેટમાં નવા આવનારા ને ઝુનઝુનવાલાની સલાહ શું છે ?

 ઝુનઝુનવાલાએ ગયા મહિને એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે રોકાણકારો શરુઆતમાં ટ્રેડિંગમાં પોતાને શું કરવાનું છે તે અંગે સ્પષ્ટ રહે, અને પ્રોફેશનલ્સ દ્વારા અપાતી સલાહ પર વિશ્વાસ કરે. તેમણે કહ્યું હતું કે માત્ર ગાણિતિક ગણતરીઓથી ટ્રેડ ના કરશો. આ એક ફુલટાઈમ વ્યવસાય છે. જો તમે ફુલટાઈમ ના આપી શકો તો પ્રોફેશનલ્સની મદદથી રોકાણ કરો.

(નોંધઃ આપને આ સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.