એરપોર્ટ પર અમિતાભ બચ્ચનને જોવા ભારે ભીડ : લક્ષ્મી વિલાસ પેલેસમાં રાજવી પરિવાર સાથે ભોજન લીધું..જુઓ.વિડીયો..

Spread the love

મિ.રિપોર્ટર, ૨૦મી નવેમ્બર. 

બરોડા મેનેજમેન્ટ એસોસિએશન (બીએમએ ) એ દ્વારા આયોજિત  “સયાજી રત્ન” એવોર્ડ  લેવા માટે ખાસ પધારેલા બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન આજે બપોરે એક વાગ્યે અમિતાભ બચ્ચન વડોદરા એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમના ચાહકોએ તેમને જોવા તેમજ તેમની સાથે સેલ્ફી પડાવવા માટે  ભારે ભીડ જમાવી હતી. બીગ બીની એક ઝલક મેળવવા માટે તેમના ચાહકોએ પડાપડી કરી મૂકી હતી. જ્યાંથી તેઓ લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે પહોંચ્યા હતાં. જ્યાં તેઓએ રાજવી પરિવારની મુલાકાત લીધી હતી. પેલેસ નિહાળ્યો હતો. પેલેસ નિહાળ્યા બાદ તેઓએ રાજવી પરિવારની મહેમાનગતિ માણીને ને ભોજન લીધુ હતું. પેલેસમાં ભોજન લીધાં બાદ અમિતાભ બચ્ચન નવલખી મેદાનના સમારોહ સ્થળે પહોંચ્યા હતા.