ફિલિપાઈન્સના આઈલેન્ડ પર યુવતીને પાતળાં દોરા જેવી બિકિની પહેરીને ફરવું ભારે પડ્યું? જાણો કેમ – onegujarat.com

ફિલિપાઈન્સના આઈલેન્ડ પર યુવતીને પાતળાં દોરા જેવી બિકિની પહેરીને ફરવું ભારે પડ્યું? જાણો કેમ - onegujarat.com
Spread the love

ફિલિપાઈન્સના બોરાકે આઈલેન્ડ પર એવી ઘટના બની કે આખા ફિલિપાઈન્સમાં ચર્ચાનો વિષય બની ગઈ હતી. એક મહિલા ટુરિસ્ટ બીચ પર ફરતી હતી તે દરમિયાન તેણે માંડ દોરા જેવી દેખાતી બિકિની પહેરી હતી. સોશિયલ મીડિયામાં તે યુવતીની તસવીર સામે આવ્યા બાદ પોલીસે મહિલાની ધરપકડ કરી હતી અને તેની ઉપર દંડ ફટકાર્યો હતો.

સ્થાનિક લોકોએ ટુરિસ્ટના તસવીર ખેંચીને સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ત્યાર બાદ પોલીસે 26 વર્ષની લિન જૂ તિંગની ઉપર કાર્યવાહી કરી હતી. લિન તાઈવાનની રહેવાસી છે. પોલીસે લિનની ધરપકડ કર્યાં બાદ કહ્યું હતું કે, તેઓ જ્યાં સુધી 3400 રૂપિયા દંડ નહીં ભરે ત્યાં સુધી તેને છોડવામાં આવશે નહીં. લિન પોતાના બોયફ્રેન્ડની સાથે ફિલિપાઈન્સ ફરવા આવી હતી.

એક રિપોર્ટ પ્રમાણે, લિન બિકિની પહેરીને બે વખત પુકા બીચ પર ગઈ હતી. જોકે એ સામે આવ્યું નથી કે મહિલા પર કયા કાયદાની અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી.

સ્થાનિક પોલીસ પ્રમુખ જેસ બેલોને કહ્યું હતું કે, મહિલાના કપડાંના લીધે બુધવાર અને ગુરૂવારે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને ટુરિસ્ટ્સે તસવીરો ખેંચી હતી. તે લગભગ દોરાની બરાબર હતી. અમારા કંઝરવેટિવ કલ્ચરમાં આ અસ્વીકાર્ય છે.